રાજસ્થાનમાં અલ્વર નામનું એક રાજ્ય છે. અલ્વરના મહારાજા જયસિંહ એકવખત લંડન ગયેલા. સાંજના સમયે લંડનની બોન્ડ સ્ટ્રીટમાં લટાર મારવા માટે નીકળ્યા. વિશ્વની સૌથી પ્રતિષ્ઠિત કાર રોલ્સ રોયઝનો શોરૂમ જોયો એટલે શોરૂમમાં દાખલ થયા. મહારાજાએ સામાન્ય પોશાક પહેરેલો હતો આથી સેલ્સમેને એને સામાન્ય ભારતીય સમજીને અપમાન કરી શોરૂમની બહાર કાઢી મુક્યા.

મહારાજાને થયું કે આ માત્ર મારું જ નહિ મારા દેશનું પણ અપમાન છે. ભારતીયને સામાન્ય સમજતા આ લોકોને પાઠ તો ભણાવવો જ જોઈએ. મહારાજા પોતાનો કોઈ જાતનો પરિચય આપ્યા વગર હોટેલ પર પરત આવ્યા. નોકરને સુચનાં આપીને રોલ્સ રોયઝના શોરૂમ પર સંદેશો પહોંચાડ્યો કે ભારતના એક મહારાજા કેટલીક ગાડીઓ ખરીદવા માટે આવે છે.

થોડીવાર પછી મહારાજા જયસિંહ એમના રજવાડી પોશાકમાં શોરૂમ પર આવ્યા. મહારાજાનું રેડકાર્પેટ બિછાવીને સ્વાગત થયું. તે સમયે શોરૂમમાં 6 કાર પડી હતી. મહારાજાએ તમામ કાર ખરીદી લીધી અને ભારત પહોંચાડવા સહિતનું તમામ પેમેન્ટ પણ કરી દીધું.

જ્યારે રોલ્સ રોયઝ અલ્વર આવી પહોંચી ત્યારે મહારાજાએ નગરપાલિકાના અધિકારીઓને બોલાવીને રોલ્સ રોયઝ એમના હવાલે કરી. અધિકારીઓને આશ્વર્ય થયું કે આવી મોંઘીકાર નગરપાલિકાને કેમ આપી ? મહારાજાએ સૂચના આપતા કહ્યું કે આ તમામ કારનો ઉપયોગ નાગરપાલિકાનો કચરો ઉપાડવા માટે અને રસ્તાઓની સફાઈ માટે કરવાનો છે. મહારાજાની આજ્ઞાનું પાલન થયું.

આ સમાચાર આખા વિશ્વમાં વાયુવેગે ફેલાઈ ગયા. લોકો રોલ્સ રોયઝની મઝાક ઉડાવવા લાગ્યા. કોઈ કહે કે અમારી પાસે રોલ્સ રોયઝ કાર છે તો સામે લોકો તરત કહે 'કઈ રોલ્સ રોયઝ, ભારતમાં કચરો ઉપડવામાં અને સફાઈકામમાં ઉપયોગમાં લેવાય છે તે ? ' રોલ્સ રોયઝના માલિકો હવે શરમ અનુભવવા લાગ્યા. કંપનીના વેચાણમાં પણ ધરખમ ઘટાડો થયો. કંપનીનું મેનેજમેન્ટ ચિંતામાં મુકાઈ ગયું. મેનેજમેન્ટે મહારાજા જયસિંહની લેખિતમાં માફી માંગી અને રોલ્સ રોયઝમાં કચરો નાં ઉપાડવા માટે વિનંતી કરી.

મહારાજાને એવું લાગ્યું કે હવે કંપનીને જરૂરી બોધપાઠ મળી ચુક્યો છે ત્યારે એમને રોલ્સ રોયઝમાં કચરો ઉપાડવાનું બંધ કરાવડાવ્યું.

મિત્રો, ક્યારેય કોઈ માણસનું મૂલ્યાંકન એના બાહ્ય દેખાવ પરથી કરવાની ભૂલ નહિ કરતા. શક્ય છે કે સાવ સામાન્ય દેખાતો માણસ તમને અસામાન્ય નુકસાન કરી શકે.

posted from Bloggeroid

Comments

Popular posts from this blog

Architecture, NATA, B.Arch (Architecture aptitude test)

Today GK